નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં ફેરફાર લાવવા માટે મોટા સુધારાઓની કોશિશો હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના (Svamitva Scheme) હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ લગભગ એક લાખ જમીન માલિકો પોતાના મોબાઈલ ફોન પર SMSથી પ્રાપ્ત થનારી લિંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકારો સંપત્તિ કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોને મળશે લાભ
આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લાભ મળશે જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્ય પ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ થશે. મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના લાભાર્થી એક દિવસની અંદર ફિઝિકલ કાર્ડ પ્રાપ્ત કરશે. જ્યારે મહારાષ્ટ્રના જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ મળવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર કાર્ડ માટે સામાન્ય ચાર્જ લાગુ કરવા જઈ રહી છે. 


સરળતાથી મળશે લોન
આ યોજનાથી જમીન માલિકો પોતાની સંપત્તિને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ લોન વગેરેની અરજી સહિત આર્થિક લાભ માટે થઈ શકશે. આ યોજનાનો શુભારંભ કરવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલાક લાભાર્થીઓ સાથે વાત પણ કરશે. આ અવસરે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની શરૂઆત 11 વાગે થશે. 


શું છે સ્વામિત્વ યોજના
કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 'રેકોર્ડ ઓફ રાઈટ્સ' આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દશના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube